વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે, દર વર્ષે ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે. આ પરોપજીવી શરીરમાં પ્રવેશતાની સાથે જ તે લીવર તરફ આગળ વધે છે. પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે ૨૫ મી એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day) ઉજવવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે. દર વર્ષે ૨૫ એપ્રિલ વિશ્વ વિશ્વ મેલેરિયા દિવસ કરવામાં આવે છે. વિશ્વ મલેરિયા દિવસ ૨૦૨૩ ની થીમ છે “ટાઈમ ટુ ડિલિવરી ઝીરો મેલેરિયા: ઈનવેસ્ટ, ઈનોવેટ, ઈમ્પલીમેંટ” (Time to deliver zero malariya: invest, innovate, implement) છે.
જાણો મેલેરિયાના લક્ષણો
મેલેરિયાના કારણે દર્દીને ઘણી વાર ઠંડી લાગે છે. તેમાં વધારે તાવ આવે છે. દર્દીને ખૂબ પરસેવો થાય છે. આ સિવાય માથાનો દુખાવો, ઉબકા આવવા, ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા, એનિમિયા અને સ્નાયુમાં દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે. મલેરિયાના કેટલાંક દર્દીઓમાં આંચકી આવવી, કોમા અથવા મળમાં લોહી આવવાની સમસ્યા પણ જોવા મળે છે. ત્યારે જો ભૂલથી પણ તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો તમારે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
મેલેરિયાથી બચવા શું કરવું?
મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. એ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. સ્થિર પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરાવી દો અને રસ્તાઓ પરના ખાડાઓને પૂરી દો. સમયાંતરે ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.
માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને ૨૦૩૦ સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે