ગુજરાત હાઈકોર્ટના મહિલા જજ ગીતા ગોપી રાહુલ ગાંધીના કેસ પર સુનાવણી કરવામાંથી ખસી ગયાં છે.
મોદી સરનેમ માનહાની કેસમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટના તેમની બે વર્ષની સજાને યથાવત રાખવાના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. ગુરુવારે રાહુલની અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ હવે તેમાં વિલંબ થઈ શકે છે કારણ કે જે મહિલા જજ રાહુલની અપીલ પર ચુકાદો આપવાના હતા તેઓ છેલ્લે ઘડીએ સુનાવણીમાંથી ખસી ગયાં છે.
મહિલા જજ ગીતા ગોપી રાહુલની અપીલ પર કરવાના હતા સુનાવણી
ગુજરાત હાઈકોર્ટના મહિલા જજ ગીતા ગોપીને રાહુલની અપીલનો કેસ સોંપાયો હતો પરંતુ બુધવારે તેમણે રાહુલના કેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. જસ્ટીસ ગીતા ગોપીએ કોર્ટ રજિસ્ટ્રીને જાણ કરી છે કે આ કેસ ચીફ જસ્ટીસ એ જે દેસાઈને સોંપવામાં આવે. તેથી હવે રાહુલનો બે દિવસ કે પછીના કોઈ દિવસે સુનાવણી માટે આવી શકે છે. રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ૨૫ એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણીની સંભાવના
રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની સંભાવના છે. ૨૦ એપ્રિલે સુરત કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી.