શહીદ થયેલા ૧૦ સૈનિકોને છત્તીસગઢમાં આપવામાં આવી અંતિમ સલામી

છત્તીસગઢમાં દંતેવાડાનાં અરનપુરમાં CM બઘેલે શહીદ થયેલા ૧૦ સૈનિકોને અંતિમ સલામી આપી

છત્તીસગઢમાં દંતેવાડાનાં અરનપુરમાં શહીદ થયેલા ૧૦ સૈનિકોને અંતિમ સલામી આપવામાં આવી. આ દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી બઘેલની સાથે ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ પણ દંતેવાડા પહોંચ્યાં હતાં. બંને નેતાઓએ શહીદ સૈનિકોનાં પાર્થિવ શરીરને પોતાનો ખભ્ભો પણ આપ્યો હતો.

ત્યારબાદ તેઓ શહીદોનાં પરિવાર સાથે મળ્યાં.મુખ્યમંત્રીએ અહીં ઓફિસરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. શહીદ થયેલા સૈનિકોનાં પાર્થિવ શરીરને તેમના ગૃહગામ માટે લઈ જવામાં આવ્યું.

મુખ્યમંત્રી બઘેલે કહ્યું કે આપણાં સૈનિકોએ નક્સલીઓ સાથે લડતાં શહીદી આપી છે. તેમની આ શહીદી વેળફાશે નહીં. નક્સલિયોની સાથે લડાઈ હવે વધુ તેજ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નક્લિયોને ઘેરીને આપણાં સૈનિકો જંગલમાં મારે છે અને તેમના શવોંને પણ લઈ આવે છે. નક્સલિયોને હવે જવાબ આપવામાં આવશે. હવે તેમને વધુ નુક્સાન ભોગવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *