આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ:- દર વર્ષે ૨૯ એપ્રિલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસના અવસર પર એ જાણવું જરૂરી બની જાય છે કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ અને આ દિવસનો ઈતિહાસ શું છે ?
કહેવાય છે કે જો માણસે સ્વસ્થ રહેવું હોય તો તેના માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિ ટેન્શન લે છે તે ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે, જ્યારે જે વ્યક્તિ ખુશ રહે છે તે સ્વસ્થ રહે છે. ખુશ રહેવાની બધાની અલગ અલગ રીતો હોય છે અને તેમાંથી સૌથી સારી રીત છે ‘ડાન્સ..’ આપણા બધાના જીવનમાં ડાન્સનું મહત્વ ઘણું વધારે છે, ખુશીનો દિવસ હોય કે તહેવાર, લગ્ન હોય કે વિજય, લોકો ડાન્સ કરીને પોતાની ખુશી દર્શાવે છે.
ડાન્સને માત્ર મનોરંજનના સ્વરૂપ તરીકે ન જુઓ
શું તમે જાણો છો કે ડાન્સ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે? કદાચ નહીં. એટલા માટે ડાન્સને માત્ર મનોરંજનના સ્વરૂપ તરીકે ન જુઓ. ડાન્સ કે નૃત્ય આપણા સાથે લાંબા સમયથી સાથે જોડાયેલ છે અને ઘણા લોકોને ખુશ રાખવામાં મદદ પણ કરે છે. ડાન્સ એક એવી કળા છે જેને શીખવા માટે ટેલેન્ટની જરૂર પડે છે અને ડાન્સ કરવાથી આપણું શરીર પણ સંપૂર્ણ રીતે ફિટ રહે છે. કહેવાય છે કે ડાન્સ માટે જેટલો સ્ટેમિના જરૂરી છે તેટલો ઓછો લોકોમાં જોવા મળે છે.
ઇતિહાસ પર એક નજર કરીએ
જો આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો યુનેસ્કોની ઇન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય ડાન્સ કમિટીને 29 એપ્રિલ 1982ના રોજ મહાન નૃતક જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસ પર ઈન્ટરનેશનલ ડાન્સ કમિટીએ જાહેરાત કરી હતી કે દર વર્ષે 29 એપ્રિલે ઈન્ટરનેશનલ ડાન્સ ડે મનાવવામાં આવશે અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. એ જાણવું પણ જરૂરી છે કે જ્યોર્જ નાવેરે એક ફ્રેન્ચ ડાન્સર હતા અને 19મી સદીમાં તેમને ડાન્સના ઘણા સ્વરૂપોના પિતા માનવામાં આવે છે. તે ઈચ્છતા હતા કે શાળા કક્ષાથી જ ડાન્સને શિક્ષણમાં સામેલ કરવા માંગતા હતા.
ગુજરાતીઓનો પ્રિય ડાન્સ એટલે ‘ગરબા’
ડાન્સની વાત આવે ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલા ગરબાની વાત આવે. પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં ગરબાની શરૂઆત ક્યાંથી થઈ?
ગરબા એ આપણા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ૯ દિવસ સુધી દરેક જગ્યાએ ગરબા રમવામાં આવે છે. જણાવી દઈએ કે ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમીને ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને મા દુર્ગા પાસે મનગમતું પરિણામ મેળવવાની ઈચ્છા રાખે છે. જણાવી દઈએ કે નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી જૂની છે. ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું. એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી અને એ પછી ધીરે ધીરે દેશના દરેક ખૂણામાં આ લોકપ્રિય બની ગયા છે.
ગરબા શબ્દનો અર્થ શું થાય?
ગરબા આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો. પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભ દીપ એ સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે એટલા માટે તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા નૃત્ય કરે છે.