૧૧:૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરશે
મન કી બાત સમાચારનો ૧૦૦ મો એપિસોડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧:૦૦ વાગ્યે મન કી બાત કાર્યક્રમ કરશે. મન કી બાત કાર્યક્રમના આજે ૧૦૦ એપિસોડ પૂરા થઈ રહ્યાં છે.આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક ઉપરાંત ન્યૂઝ ઓન એર અને તેની મોબાઈલ એપ્લિકેશન પર મન કી બાત સાંભળી શકાશે.
૧૧:૦૦ વાગ્યે હિન્દી ભાષામાં પ્રસારણના બાદ સ્થાનિક ભાષામાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થશે..ઓક્ટોબર ૨૦૧૪ થી મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઈ હતી. દર મહિનાના અંતિમ રવિવારે પ્રધાનમંત્રી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે.કાર્યક્રમ માટે શ્રોતાઓ પાસેથી અલગ અલગ મુદ્દાઓ પર વિચારો અને સૂચનો પણ માગવામાં આવે છે.