અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરના માનસી ચાર રસ્તા, થલતેજ, વસ્ત્રાપુર, ભુયંગદેવ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો મારો શરૂ થયો છે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.  માનસી ચારરસ્તા, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં માનસી ચારરસ્તા અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જો કે, બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વાદળછાયો વાતાવરણ સર્જાયો હતો અને સાંજે અચાનક વરસાદ શરૂ થયો હતો. અત્રે તમને જણાવી દઈએ વાસણા, પાલડી, આશ્રમરોડ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ એસ.જી હાઈવે, સોલા, ગોતા, સરખેજમાં પણ વરસાદ વરસ્યો છે.

વરસાદથી અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગે આગામી ૪ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, બોટાદ, વલસાડ, તાપી, દમણ, જામનગર,ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *