ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩ નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું

રાજ્યનું ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૫.૫૮ % આવ્યું

ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩ નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. ગણતરીની મિનિટોમાં બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ % પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ % અને બી ગ્રુપમાં ૬૧.૭૧ % પરિણામ આવ્યું છે. સૌથી વધુ ૯૦.૪૧ % સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું ૨૯ % રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ ૮૩.૨૨ % પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું ૬૫.૩૨ % અને અંગ્રેજી માધ્યમનું ૬૭.૧૮ % પરિણામ આવ્યું છે.વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.

ગુજરાતમાં ૧૪ માર્ચ, ૨૦૨૩ થી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ ૧૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦ બોર્ડમાં ૯,૫૬,૭૫૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬, સંસ્કૃત પ્રથમાના ૬૪૪, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના ૪,૩૦૫, વ્યવસાયલક્ષી પ્રવાહના ૭૯૩ જ્યારે સંસ્કૃત માધ્યમના ૭૩૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૦૨૩ માર્ચ ૧૪ અને ૨૮, ૨૦૨૩ ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ માટે ૧૪ થી ૨૫ માર્ચ, ૨૦૨૩ અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ ૧૪ થી ૨૯, ૨૦૨૩ ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *