લદ્દાખના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશને કારગીલમાં કોઈ પ્રોજેક્ટ માટે તેની સરકારી ગ્રાન્ટની જાહેરાત કરી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલની અધ્યક્ષતામાં શ્રીનગર ખાતે એક વિશેષ બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ “રીટર્ન ટુ રૂટ્સ” નો ઉદ્દેશ્ય વર્તમાન શાળા વિજ્ઞાન અભ્યાસક્રમ સાથે પરંપરાગત જ્ઞાનને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષ્યો સાથે સંકલિત કરવાનો છે જેમાં આદિવાસી પૃષ્ઠભૂમિના શાળાના બાળકોમાં વૈજ્ઞાનિક સંલગ્નતાનો સમાવેશ થાય છે.