યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હુમલો કર્યો

એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં યુક્રેને રશિયાના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હુમલો કર્યો છે. પુતિનની હત્યા નિપજાવવાના ઈરાદે આ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં. જોકે તે નિષ્ફળ ગયા છે અને પુતિનનો આબાદ બચાવ થયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હુમલા માટે બે ડ્રોન વિમાનો રવાના કરવામાં આવ્યા હતાં. આ ડ્રોન વિમાનો છેક રશિયાના ક્રેમલિન શહેર પહોંચી ગયા હતાં અને પુતિનને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતાં. જોકે રશિયાએ બંને ડ્ર્રોન વિમાનો તોડી પાડ્યાં હતાં. આ હુમલાને લઈને રશિયાએ યુક્રેન પર આતંકવાદીઓની જેમ ક્રેમલિન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તેની કાર્યવાહી “આતંકવાદીઓ” જેવી છે અને રશિયા તેનો કડક જવાબ આપશે.

રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી છે કે, યુક્રેનએ બુધવારે રાત્રે ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો હતો. તેનો હેતુ રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવાનો હતો. મોસ્કોના રહેવાસીઓએ ક્રેમલિનની દિવાલો પાછળ સ્થાનિક સમયાનુસાર બપોરે ૦૨:૦૦ વાગ્યા પછી તરત જ વિસ્ફોટો સાંભળ્યા હતા. ત્યાર બાદ ક્રેમલિન પર આકાશમાં ધુમાડો વધતો જોવા મળ્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ડ્રોન હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન ક્રેમલિનમાં હાજર ન હતા. જોકે આ હુમલા દરમિયાન પુતિન ક્યાં હતા તેને લઈને પેસ્કોવે કોઈ જ જાણકારી આપી નહોતી. ક્રેમલિને કહ્યું છે કે, આ ડ્રોન હુમલાથી પુતિનના કામ પર કોઈ અસર થઈ નથી. તેમણે પૂર્વ નિર્ધારિત સમય અને યોજના મુજબ પોતાનું કામ યથાવત રાખ્યું હતું. આ ડ્રોન હુમલાનો પ્રયાસ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *