SCOના વિદેશ મંત્રીઓની આવતીકાલથી બે દિવસીય બેઠક ગોવામાં શરુ થશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)ના વિદેશ મંત્રીઓની બે દિવસની બેઠક આવતીકાલથી ગોવામાં શરૂ થશે.

પાકિસ્તાન અને ચીન સહિત ૮ દેશોના વિદેશ મંત્રીઓ આ મહત્વની બેઠક માટે ગોવા જશે તેવી સંભાવના છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં SCO જૂથની અધ્યક્ષતા સંભાળનાર ભારત આ વર્ષે યજમાન છે. SCOમાં રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન અને ૪ મધ્ય એશિયાઈ દેશો, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન તેના સભ્ય દેશો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *