NCP નેતા શરદ પવારે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, તેમણે પ્રમુખ પદેથી રાજીનામું પાછું લઈ લીધું છે.
આ અગાઉ NCPના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા હતા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં. શરદ પવારે વધુમાં કહ્યું કે હું આ બધાને કારણે ભાવુક થઈ ગયો છું, દરેકની અપીલ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લીધા પછી મેં એનસીપી અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિનો નિર્ણય પાછો લીધો છે. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું.