અમદાવાદ રિવરફ્રંટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યુ

અમદાવાદ રિવરફ્રન્ટ પર રમતા રમતા બાળક નદીમાં પડી ગયો હતો. જે અંગેની જાણ રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા વેસ્ટ પોલીસનાં જવાનને થતા તેઓએ તાત્કાલિક બોટ બોલાવીને પરિવારનું રેસ્ક્યું કર્યું હતું.

અમદાવાદ રિવરફ્રન્ટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યું હતું. ત્યારે જુહાપુરામાં રહેતો પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. ત્યારે બાળકને બચાવવા જતા માતા-પિતા પણ નદીમાં ડૂબ્યા હતા. સરદાર બ્રિજ નીચે રિવરફ્રન્ટની બેઠક નજીક ઘટના બની હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ જવાને આ પરિવારને બચાવ્યો હતો. પોલીસની PCR  વાનના ૨ કર્મીઓએ પરિવારનું રેસ્ક્યું કર્યુ હતું. રિવરફ્રન્ટની બોટ તાત્કાલિક બોલાવીને પરિવારને બહાર કાઢ્યો હતો.

અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોને હરવા ફરવા માટેનું રમણીય સ્થળ છે. ત્યારે હાલમાં વેકેશન ચાલી રહ્યું હોઈ પરિવારજનો પોતાનાં બાળક સાથે હરવા ફરવા માટે રિવરફ્રન્ટ પર આવતા હોય છે.  રિવરફ્રન્ટ પર હરવા ફરવા આવતા લોકોએ કાળજી રાખવારૂપ ઘટના બની છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવરમાં રહેતો એક પરિવાર બાળક સાથે હરવા ફરવા આવ્યો હતો. તે સમયે અચાનક જ બાળક રમતા રમતા રિવરફ્રન્ટની પાળી પરથી નદીમાં પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *