કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી મોદીએ સંભાળી ભાજપના પ્રચાર અભિયાનની કમાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર,, છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. અલગ અલગ પક્ષોના નેતાઓ રેલીઓ, રોડ- શો કરી કરી રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ફરી રોડ-શો કરશે.. દરમિયાન પ્રધાનમંત્રી મોદી શ્રી કાંતેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. ગઈકાલે પણ પ્રધાનમંત્રીએ બેંગલુરૂમાં ૨૬ કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. તે દરમિયાન મોટી સંખ્યાંમાં ઉપસ્થિત જનમેદનીએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું.

બદામી ખાતેના તેમના સંબોધનમાંપ્રધાનમંત્રીએ તેમના રોડ-શો માટે મોટી સંખ્યામાં આવવા બદલ બેંગલુરુના લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ કર્ણાટકના લોકોમાં અગાઉ ક્યારેય ન હોય તેવો ઉત્સાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા, પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટી વોટ બેંકની રાજનીતિ માટે નીચી પડી રહી છે. હાવેરીમાં તેમના જાહેર સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર 85% કમિશનની સરકાર હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકના લોકોને વિરોધ પક્ષ દ્વારા આપવામાં આવેલા પોકળ વચનોમાં વિશ્વાસ નથી અને તેઓ માત્ર ભાજપને જ મત આપશે.

તમામ મુખ્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ રોડ-શો કરી રહ્યા છે અને જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે. તો આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકમાં અનેક રોડ શો કરશે, સાથે જ બાદલકોટમાં જનસભાને સંબોધિત કરશે.. આ સાથે જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે વિજયનગરમાં જનસભાને સંબોધિત કરશે. બીજી તરફ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીએ સંભાળી છે. જેમાં સોનિયા ગાંધીએ હુબલીમાં એક રેલીને સંબોધન કર્યું હતું. તો રાહુલ ગાંધીએ પણ કર્ણાટકમાં પૂરું જોર લગાડ્યુ છે. જેમાં તેઓએ બે જનસભાને સંબોધિત કરી હતી. રાજ્યની ક્ષેત્રિય પાર્ટી JDS પણ પ્રચાર પ્રસાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *