છત્તીસગઢમાં પણ દારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું

દિલ્હી દારુ કાંડ બાદ હવે છત્તીસગઢમાંથી ૨૦૦૦ કરોડનું દારુ કૌભાંડ બહાર આવતા ઇડી ના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

દિલ્હીના શરાબ કૌભાંડ બાદ હવે છત્તીસગઢમાં પણ દારૂ કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. છત્તીસગઢના રાજકીય આગેવાનો અને નોકશાહીના સહકારથી આ સમગ્ર કથિત કૌભાંડ ચાલતું હોય તેવા આરોપ લાગી રહ્યા છે. ઇડી એ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રૂ. ૨૦૦૦ કરોડના દારૂ કાંડનો પર્દાફાશ કરી પ્રકરણમા સંડોવાયેલ મુખ્ય આરોપી અનવર ઢેબરને દબોચી લીધો છે. જે હાલ ચાર દિવસની ઇડી કસ્ટડીમાં મોકલવામાં પૂછપરછ હેઠળ છે.

દારૂ કૌભાંડની રાવ ઉઠતા આગાઉ ઇડી  દ્વારા માર્ચ માસમાં તપાસ હાથ ધરી કથિત કૌભાંડમાં અનેક લોકોના નિવેદનો લીધા હતા. તપાસ બાદ ૨૦૧૯ અને ૨૦૨૨ વચ્ચે ૨૦૦૦ કરોડ રૂપિયાના મોટા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ”ના પુરાવા એકત્રિત કર્યા હોવાનો એજન્સીનો દાવો કર્યો હતો. બાદમાં સત્તાવાર નિવેદન જારી કરી  ઇડી એ કહ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અનવર ઢેબરના નેતૃત્વમાં એક સિન્ડિકેટ ટોળકી છત્તીસગઢ  રાજ્યમાં કામ કરી રહ્યું હતું. જે અનવર ઢેબર ઉપરાંત તમામ આરોપીઓ પર રાજ્યના ટોચના રાજકારણીઓ અને અમલદારોના આશીર્વાદ હોવાનું પણ કહ્યું હતું.

ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનવરે કૌભાંડ માટે વિશાળ નેટવર્ક બનાવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ છત્તીસગઢમાં વેચાતી દારૂની દરેક બોટલમાંથી ગેરકાયદે રૂપિયા ઉસેડવાનો હતો. હવે આ પ્રકરણમાં સંડોવાયેલ ઘણા કોંગ્રેસ શાસિત રાજ્યના નોકરિયાતો અને નેતાઓ પણ ઇડી ના રડાર પર છે. દારૂમાંથી મળતી આવક ( આબકારી જકાત ) રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *