રશિયામાં થયેલા ડ્રોન હુમલાના કારણે રશિયાએ ફરી યુક્રેનના અનેક શહેરો પર હુમલાના અહેવાલો આવી રહ્યા છે યુક્રેનના કિવ પર રશિયાએ ડ્રોન વડે હુમલો કર્યો જેમાં લગભગ પાંચ લોકો ઘાયલ થયા હતા રશિયન મિસાઇલોએ બ્લેક સી શહેરમાં ઓડેસામાં ખાદ્ય સામગ્રીના વેરહાઉસને આગ લગાડી હતી અને યુક્રેન રશિયા પર તેના બખમુત શહેર પર સફેદ ફોસ્ફરસ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત રશિયાના કબજા હેઠળના ક્રિમિયા પર શનિવારે ૧૦ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ પછી આખી રાત યુક્રેનમાં હવાઈ હુમલાના સાયરન સંભળાયા.
બીજી તરફ, યુએનના ન્યુક્લિયર ચીફ એ ઝાપોરિઝિયામાં પરમાણુ પ્લાન્ટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે હાલમાં રશિયન સેનાના કબજા હેઠળ છે. રશિયાએ ઝાપોરિઝિયા નજીકના ૧૮ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે હજારો લોકો ત્યાંથી જવા લાગ્યા છે. તે જ સમયે, IAEAના ડિરેક્ટર રાફેલ ગ્રોસીએ કહ્યું કે ઝાપોરિઝિયામાં ખતરનાક પરમાણુ અકસ્માત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે પ્લાન્ટનું સંચાલન કરતો સ્ટાફ હજુ પણ સ્થળ પર હાજર છે. યુદ્ધના કારણે IAEAને ભય છે કે ત્યાં ચાલી રહેલી લડાઈને કારણે પરમાણુ પ્લાન્ટ પકડમાં આવવાની શક્યતાઓ સતત વધી રહી છે.