આદિપુરુષનું ટ્રેલર રિલિઝ, ભગવાન રામના અવતારમાં પ્રભાસનો દમદાર લૂક

આદિપુરુષ ટ્રેલર આઉટ:-  ફેન્સ જેની રાહ જોઈ રહ્યાં હતાં એવી ફિલ્મ આદિપુરુષનું ટ્રેઈલર રિલીઝ થઈ ગયું છે. ભગવાન રામનાં પાત્રમાં જોવા મળ્યાં પ્રભાસ.

પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહ્યાં છે સૈફ અલી ખાન અનેક વિવાદોનો સામનો કરેલ આ ફિલ્મ રિલીઝ થવાની માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આજે આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ થઈ ચૂક્યું છે જેને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ટ્રેલરને ટી-સીરીઝનાં ઓફિશિયલ યૂટ્યૂબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૬ જૂન ૨૦૨૩ નાં રોજ તમામ થિયેટર્સમાં રિલીઝ થશે.

આદિપુરુષનું ટ્રેલર ધમાકેદાર

ટ્રેલરની શરૂઆત થતાં જ તમારું હ્દય થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી જશે. મંગલ ભવન અમંગલહારીનાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે આ ટ્રેલરની ધમાકેદાર શરૂઆત થાય છે. તેના બાદ એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાનદાર સીન્સની સાથે બેકગ્રાઉન્ડ વોઈઝમાં સંભળાય છે કે આ કહાણી છે મારા ભગવાન શ્રીરામની. તેમની જે માનવથી ભગવાન બની ગયાં.

ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનો ચમકતો ચહેરો નજરે પડે છે. જેના બાદ વોઈસ ઓવર સંભળાય છે કે જેમનો ધર્મે તોડ્યો અધર્મનો અહંકાર, ગાથા એ રઘુનંદનની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *