આગામી ૧૨ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૨ મે ના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદી ૧૨ મે ના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે ૦૨:૦૦ કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, ૧૯૪૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૪૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ કરાવશે.
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે ૧૨ અને ૧૩ મે ના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર ૨ વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે.