બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતની વિવિધ કમિટીઓ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ૨૫ વકીલો ચૂંટાયા છે.
૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતની વિવિધ કમિટીઓ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ૨૫ વકીલો ચૂંટાયા છે ત્યારે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન ભાજપ પ્રેરિત સમરસ પેનલના વડોદરાના ધારાશાસ્ત્રી નલિન પટેલ બન્યા છે અને સુરતના ધારાશાસ્ત્રી હિતેશ પટેલ વાઈસ ચેરમેનના પદે ચૂંટાયા હતા.
શિસ્ત સમિતીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાની વરણી કરવામાં આવી હતી. વકીલોએ નવનિયુક્ત હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ તો નવનિયુક્ત ચેરમેન નલિન પટેલે વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાય સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. એકસિક્યુટીવ કમિટીનાં ચેરમેન તરીકે જીતેન્દ્ર ગોલવાળા બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણીમાં સમરસ પેનલનો 24માં વર્ષે પણ દબદબો યથાવત જોવા મળ્યો છે.
ગુજરાત બાર કાઉન્સિલના નવા ચૂંટાયેલા હોદ્દેદારોની યાદી
૧. નલિન પટેલ, ચેરમેન
૨. હિતેશ પટેલ, વાઇસ ચેરમેન
૩. જીતેન્દ્ર ગોળવાલા, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન
૪. પ્રવીણ ડી પટેલ, ચેરમેન, એનરોલમેન્ટ કમિટી
૫. શંકરસિંહ ગોહિલ, ચેરમેન, ફાઇનાન્સ કમિટી
૬. વિજય એચ પટેલ, ચેરમેન, રુલ્સ કમિટી
૭. આર. જી. શાહ, GLH કમિટી
૮. અનિલ કેલ્લા, ચેરમેન, શિસ્ત સમિતિ