આજે નેશનલ ટેક્નોલોજી દિવસ પર પ્રધાનમંત્રી ૫૮૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાની શરૂઆત કરાવશે

આ કાર્યક્રમ ટેકનોલોજી દિવસની ૨૫ મી ઉજવણીનું પ્રતિક બની રહેશે.

આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. વૈજ્ઞાનિક સમુદાય દર વર્ષે આ દિવસની ઉજવણી  કરતો હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ ટેકનોલોજી દિવસની ૨૫ મી ઉજવણીનું પ્રતિક બની રહેશે. ૧૧ થી ૧૪ મે દરમિયાન આ કાર્યક્રમ ચાલશે.પ્રધાનમંત્રી આ પ્રસંગે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પ્રગતિ સાથે સંકળાયેલી રૂપિયા અઠાવનસો કરોડની પરિયોજનાઓની આધારશિલા મુકશે.

પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારત પરિકલ્પના હેઠળ દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરવા આ યોજનાઓ અમલી બનવાની છે. અટલ ઇનોવેશન મિશન પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી ટેકનોલોજી પ્રગતિ દર્શાવતા એક્સપોનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા પણ જારી કરશે. ભારતે ૧૯૯૮ માં પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું .આ દિવસે મળેલી સફળતાનો જશ્ન મનાવવા આ દિવસ મનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *