પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ સતત હુમલા કરી રહ્યુ છે. જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા છે. ગાઝા વિસ્તારમાં ઈઝરાયેલના હુમલામાં ૨૧ લોકો માર્યા ગયા છે. જવાબમાં પેલેસ્ટિનિયન જૂથોએ પણ રોકેટ છોડ્યા છે. અગાઉ, ઇઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથના ૩ અને ૧૦ અન્ય લોકો માર્યા ગયા હતા.
બીજી તરફ યુનાઈટેડ નેશન્સે ઈઝરાયેલના હવાઈ હુમલાના કારણે મોતને ભેટી રહેલા નાગરિકોને લઈને ઈઝરાયેલની ટીકા કરી છે અને ઈઝારાયેલને હવાઈ હુમલા રોકવા માટે તેમજ બંને પક્ષો સંયમ રાખે તેવી અપીલ કરી છે. યુએનના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં નાગરિકોની હત્યાની નિંદા કરી અને હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની હાકલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરવું જોઈએ અને લશ્કરી હુમલા દરમિયાન જાનમાલના નુકસાનને ટાળવા માટે સાવચેતી રાખવી જોઈએ.