૧૦ મે, ૨૦૨૩ ના રોજ કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક ૭૩.૧૯ % મતદાન થયું હતું. ત્યારે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે આજે લગભગ ૨,૬૧૫ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સવારના ૮ વાગ્યાથી રાજ્યભરના ૩૬ કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ જશે. જણાવી દઇએ કે, તારીખ ૧૦ મેના રોજ કર્ણાટકમાં ૨૨૪ સીટો પર મતદાન યોજાયું હતું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની હાલમાં મતગણતરી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતા દિલ્હીના AICC મુખ્યાલય ખાતે કોંગ્રેસના સમર્થકો દ્વારા ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.