કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત

કર્ણાટક ચૂંટણી પરિણામો ૨૦૨૩ :- ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે જીતી ગઈ છે ત્યારે અહીં ભાજપની આ હાર ૨૦૨૪ ની ચૂંટણી પર ચોક્કસથી અસર કરશે. ત્યારે જાણીએ કે ભાજપ કર્ણાટકમાં ક્યાં કારણોસર જીત મેળવી ન શકી?

 

કર્ણાટકમાં ભાજપ ૩૮ વર્ષ જૂની પરંપરા તોડવામાં અસક્ષમ રહી છે. આ રાજ્યમાં ૧૯૮૫ બાદથી કોઈપણ પાર્ટી સતત બીજી ટર્મમાં સત્તા પર આવી નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અનુસાર ભાજપને ૭૫ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસે બહુમત સાથે જીત મેળવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ૧૧૩ સીટોની આવશ્યકતા હોય છે જે કોંગ્રેસ એકલી જ મેળવી શકશે. ૨૦૨૪ માટે ભાજપની આ હાર મોટું નુક્સાન પહોંચાડી શકે છે.

 

ભાજપને હજુ પણ દક્ષિણી રાજ્યોમાં ઉત્તરભારતની પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે અને છેલ્લાં ૪ વર્ષોની ઘટનાઓનાં આધારે આ નોટિસ કરવામાં આવ્યું છે કે ગૌમાંસ પર વિવાદ હોય કે પછી હિંદી ભાષાને મહત્વ, મોદી સરકારને RSS નાં એજન્ડાને પ્રોત્સાહન આપતી પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે.  બેંગલુરુ અને રાજ્યનાં અન્ય ભાગોમાં રહેનારા ઉત્તરભારતીય મોટાપાયે યુવકો છે જે પીએમ મોદીનાં પક્ષમાં હોઈ શકે છે પરંતુ જરૂરી નથી કે તે કર્ણાટકમાં ભાજપ શાસનની તરફેણમાં હોય.

મુખ્યમંત્રી બોમ્મઈ પાર્ટીનો CMનો ચહેરો હતાં જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે લિંગાયત સમુદાયમાંથી આવે છે. પરંતુ પ્રચાર માટે પાર્ટી સંપૂર્ણપણે ૮૦ વર્ષનાં યેદિયુરપ્પા પર આધારિત હતી. એવું સાંભળવામાં આવ્યું હતું કે ટિકીટ વિતરણ સુધઈ યેદિયુરપ્પા દ્વારા જ બધાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. ભાજપમાં જનતાને નવી-જૂની પેઢીઓની વચ્ચે વિભાજન જોવા મળ્યું હોઈ શકે છે.

ભાજપે આ વખતે ચૂંટણીનાં પ્રચારમાં પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસનાં કાર્યોનું ગુણગાન જનતા સામે ગાયું નહોતું. કોઈપણ મોટા નેતાએ રેલીમાં કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓની ચર્ચા કરી નહીં. નાના નેતાઓએ સભામાં વિકાસનાં કાર્યો વિશે જણાવ્યું પરંતુ સમગ્ર પાર્ટીએ આ જ આધાર પર કામ કરવાની આવશ્યકતા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *