કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી રહી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે પોતાના મતની ટકાવારીમાં યથાવત રહી છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. ચૂંટણી બાદ આજે વિધાનસભાની બેઠકોનું પરિણામ આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ બહુમતી તરફ આગળ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી રહી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે ભાજપની હાર છતાં પોતાના મતની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો ૨૦૨૩ ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી ૩૫.૭ % છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે ૨૦૧૮ માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત ૩૬.૨ % રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર એક ટકા જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.
કોંગ્રેસ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતની ટકાવારી પર નજર કરીએ તો મતની ટકાવારીમાં કોંગ્રેસને જબરો ફાયદો થયો છે. ૨૦૧૮ માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મતની ટકાવારી ભાજપ કરતા બે ટકા વધારે હતી. એટલે કે ૩૮.૪ હતી જે આ વર્ષે ૫ % વધીને ૪૩.૧ % થઈ ગઈ છે. બીજી તરફ સીટોમાં પણ મોટાપાયે ફાયદો થયો છે અને 2018માં કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ૨૨૧ સીટો પર ચૂંટણી લડી હતી આ દરમિયાન તેના ખાતામાં માત્ર ૭૮ સીટો જ આવી હતી જ્યારે આ વર્ષે કોંગ્રેસ ૧૩૬ સીટ પર વિજય વિશ્વાસ સાથે આગળ ચાલી રહી છે.
૨૦૨૩ ની ચૂંટણીમાં પક્ષના મતની ટકાવારી
- કોંગ્રેસ ૪૩.૧ %
- બીજેપી ૩૫.૮૬ %
- જનતા દળ ૧૩.૨૫ %
- આમ આદમી પાર્ટી ૦.૫૮ %
- બસપા ૦.૨૯ %
- એઆઇએમઆઇએમ ૦.૦૨ %
- સીપીઆઈ ૦.૦૨ %