કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ: પીએમ મોદીનું ટ્વીટ

પીએમએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મારી શુભકામનાઓ.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વડાપ્રધાન મોદીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પીએમએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મારી શુભકામનાઓ. તમને જણાવી દઈએ કે, કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને જેમાં કોંગ્રેસ જંગી બહુમતીથી આગળ વધી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, હું આભાર માનવા માંગું છું કે, જેમણે ચૂંટણીમાં અમને સંમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, હું ભાજપના કાર્યકરોની મહેનતની સરાહના કરું છું અને આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.

ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસે ૧૦૩ બેઠકો પર જીત મેળવી છે અને ૩૩ બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે ૫૦ બેઠકો જીતી છે અને ૧૪ બેઠકો પર આગળ છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ વોટ શેરના ૪૩.૧૧ % મળ્યા છે તેમજ મતગણતરી ચાલી રહી છે.

મતની ટકાવારી ૩૫.૭ % 
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો ૨૦૨૩ ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી ૩૫.૭ % છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે ૨૦૧૮ માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત ૩૬.૨ % રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર ૧ % જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *