કેરળના દરિયાકાંઠે એક જહાજમાંથી આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડનું નાર્કોટિક્સ કરાયું જપ્ત

નેવી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, કેરળના દરિયાકાંઠે એક જહાજમાંથી લગભગ ૨ હજાર ૫૦૦ કિલોગ્રામ માદક દ્રવ્ય-મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન સમુદ્રગુપ્તનો એક ભાગ છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. મૂલ્યના સંદર્ભમાં, કોઈપણ ભારતીય એજન્સી દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી જપ્તી છે. નેવી અને એનસીબીએ ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ સંયુક્ત ઓપરેશનમાં કાર્યવાહી કરી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે કોચીમાં જણાવ્યું હતું કે, આ સંબંધમાં એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ કદાચ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવ્યું હતું. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે શનિવારે કહ્યું હતું કે, આ કાર્યવાહી ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ હેઠળ કરવામાં આવી છે. ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ હેઠળ અફઘાનિસ્તાનથી આવતા ડ્રગ્સની દરિયાઈ દાણચોરી પર અંકુશ લગાવવામાં આવ્યો છે. ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ ૩,૨૦૦ કિલો મેથામ્ફેટામાઇન, ૫૦૦ કિલો હેરોઇન અને ૫૨૯ કિલો હશિશ જપ્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *