તુર્કિયેમાં થઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેના બીજા તબક્કા તરફ આગળ વધી રહી છે.
ગઈકાલે થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરીમાં વર્તમાન રાષ્ટ્રપતિ એર્ડોગાન અને તેમના હરીફ કિલિકડારોગ્લુંને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. અત્યાર સુધીમાં ૯૬ % થયેલા મતગણતરીમાં એર્ડોગાનને ૪૯.૪૪ % મત મળ્યા છે. જ્યારે કિલિકડારોગ્લુંને ૪૪.૮૬ % મત મળ્યા છે.
બંને પક્ષોએ ચૂંટણીમાં આગળ હોવાનો દાવો કર્યો છે અને સમય પહેલા કોઈપણ પરિણામ પર પહોંચવા અંગે ચેતાવણી આપી છે. એર્ડોગાન જણાવ્યું હતું કે, તે હજી પણ જીતી રહ્યા છે પરંતુ જો ચૂંટણી બીજા તબક્કામાં જશે તો તે દેશના નિર્ણયનો સન્માન કરશે. પ્રથમ તબક્કામાં કોઈ ઉમેદવારને ૫૦ % મત નહિ મળશે તો પ્રથમ તબક્કાના ટોચના બે ઉમેદવારો વચ્ચે ૨૮ મેએ નિર્ણાયક ટક્કર થશે.