કર્ણાટકનાં નવા CMને લઈને સતત ચાલી રહ્યું છે મંથન

કર્ણાટકનાં નવા CMની પસંદગીને લઈને પાર્ટીમાં સતત મંથન ચાલી રહ્યું છે ત્યારે બંને નેતાઓ સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર હાલમાં દિલ્હીમાં છે.

કર્ણાટકમાં કોંગ્રેસે વિજય મેળવ્યાં બાદ હવે પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે કે કર્ણાટકનાં નવા CM કોણ બનશે. ત્યારે ૨ પ્રમુખ ચહેરા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પર સમગ્ર રાજ્યની નજર છે. હાલમાં ડી.કે શિવકુમાર પાર્ટીનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેથી મુલાકાત કરશે. સાંજે ૦૫:૦૦ વાગ્યે ખરગે સાથેની બેઠક બાદ સંભવત: નવા CMનાં નામની જાહેરાત થઈ શકે છે.

ડી.કે  શિવકુમાર કાવેરીથી નિકળ્યાં ત્યારે તેમણે કહ્યું કે જે લોકો એવી ખબર ચલાવી રહ્યાં છે કે KPCC થી હું રાજીનામું આપી રહ્યો છું તો એ વાત તદન ખોટી છે. કોંગ્રેસ મારા માટે માં સમાન છે. હું પહેલા કોંગ્રેસનાં અધ્યક્ષને મળીશ અને પછી બાકી બધા સીનિયર લીડર સાથે મુલાકાત થશે. હાઈકમાન્ડ નિર્ણય લેશે કે CM પદ પર કોણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *