કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સાથે બેઠક યોજાયા બાદ મુખ્યમંત્રીની ખુરશી પર સિદ્ધારમૈયાને બેસાડવામાં આવ્યા છે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવશે. સાથે જ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રીના પદની સાથે બે મહત્વના મંત્રાલયો સોંપવામાં આવશે. આ અંગે રાહુલ ગાંધી બપોરે ૦૧:૦૦ વાગ્યે સત્તાવાર જાહેરાત કરી છે.
કર્ણાટકના મુખ્યમંત્રીને લઈને ચાર દિવસથી ચાલી રહેલી અટકળોનો દોર હવે ખતમ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તો ડીકે શિવકુમારને મહત્વપૂર્ણ મંત્રાલયોની સાથે ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે. આવતીકાલે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓને આવતીકાલે બપોરે ૦૩:૩૦ વાગ્યે કંતીરવા સ્ટેડિયમમાં શપથગ્રહણની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના પદને લઈને છેલ્લા ૪ દિવસથી બેંગ્લુરુથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા. આ પહેલા રવિવારે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રીની પસંદગી કરવા કહ્યું હતું. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવા કહ્યું હતું. જેમાંથી ૮૦ થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું.
સિદ્ધારમૈયા કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે. તેઓને શરૂઆતથી જ મુખ્યમંત્રીના પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં ૧૨ ચૂંટણી લડી, જેમાંથી તેમણે ૯ માં જીત મેળવી હતી.
– સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ ૧૯૯૪ માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે.
– સિદ્ધારમૈયા અને ડીકે બંનેને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ ૨૦૦૮ માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ નજીકના હોવાનું કહેવાય છે.