ગુજરાત રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી

આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ૫ દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ, હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાત રાજ્યમાં અંગ દજાડતી આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૪૧ ડિગ્રીને ઉપર તાપમાન પહોંચ્યું છે ત્યારે જો કે, ગઈ કાલે અમદાવાદ શહેરમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી ઉંચું હતું, પરંતુ વાદળછાયા વાતાવરણથી તે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું નોંધાયું હતું. બીજા અર્થમાં અમદાવાદીઓએ ત્વચાને દઝાડતી ગરમી સામે હળવાશ અનુભવી હતી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ગુજરાતમાં ૧ ડિગ્રી તાપમાન વધી શકે છે અને હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સાયક્લોનના કારણે કેરલમાં ૪ દિવસ મોડું ચોમાસુ પહોંચશે અને ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસશે તેમજ ૫ દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ.  અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં હજું આવું તાપમાન રહેવાનું છે અને તેનાથી ગરમીના પ્રકોપથી લોકો બચી શકશે, તેમ છતાં ભેજનું પ્રમાણ લોકો અકળાવશે, આવતીકાલે અને પરમ દિવસે એટલે કે, ૧૮ અને ૧૯ મેના દિવસે શહેરમાં યલો એલર્ટ રહેશે, યલો એલર્ટમાં ગરમીનું પ્રમાણ ૪૧ થી ૪૩ ડિગ્રી તાપમાન રહેશે.

ગુજરાત માં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે, જોકે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો હોઈ ક્યાંક-ક્યાંક લોકોલ કન્વેક્ટિવિટી થઈને હળવો વરસાદ પડી શકે  છે. ભાવનગરમાં ગઈકાલે મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આવી રીતે અરબી સમુદ્ર સંલગ્ન વિસ્તારમાં ક્યાંક-ક્યાક હળવો વરસાદપડવાની શક્યતા સ્થાનિક હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, રાજ્યમાં હાલ પ્રીમોન્સૂન એક્ટિવિટીની કોઈ સંભવના નથી. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેવાની વકી છે. બીજા અર્થમાં આગામી પાંચ દિવસ આકરી ગરમીનું પ્રમાણ સહેજ ઓછું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *