પીંછીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી નાનું ૧.૬ સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવ્યું
મહેસાણામાં વિસનગરની મહિલાએ લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. નખ ઉપર પીંછીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી નાનું ૧.૬ સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવ્યું. મિત્તલબેન ચૌધરીએ પેન્સિલ કે પેનના બદલે પીંછીથી સામાજિક કાર્યકર મધર ટેરેસાનું પણ ચિત્ર અંકિત કર્યું છે. મિત્તલબેન ચૌધરી શિક્ષિકા છે અને તેમના આ આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ એનાયત કરવામાં આવ્યો છે. અડધા કલાકમાં નખ ઉપર ૧.૬ સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ બનાવીને રેકોર્ડ સ્થાપિત કરી દીધો છો.