શિવાજી મહારાજની તલવાર સમાચાર:- મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન બ્રિટનની મુલાકાત લેશે અને ત્યાં ૧૭ મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તલવારને પરત મેળવવાનો પ્રયાસ કરશે.
શિવાજી મહારાજની તલવાર ‘જગદંબા’ બ્રિટનથી ભારત લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર જણાવ્યું હતું કે, તેઓ આવતા મહિને બ્રિટનની મુલાકાત લેશે. જ્યાં તેઓ 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તલવારને પરત મેળવવાનો પ્રયાસ કરશે. મુનગંટીવાર આ અંગે આવતા મહિને બ્રિટન જશે.
હારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, તેઓ જૂનમાં યુકેની મુલાકાત લેશે અને એમઓયુને અંતિમ સ્વરૂપ આપવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા મામલાને આગળ વધારવાનો પ્રયાસ કરશે.
મંત્રી મુનગંટીવારે કહ્યું, મેં અગાઉ જગદંબા તલવાર અને બાગ નાખાને અહીં લાવવા અંગે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે ચર્ચા કરી હતી. અમે આ સંબંધમાં એક MOU પર પણ હસ્તાક્ષર કરી રહ્યા છીએ. મંત્રીએ કહ્યું કે, અમે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ વર્ષે 2 જૂનથી શરૂ કરીને રાજ્યભરમાં ૧૦૦ થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવાજી મહારાજના વંશજો અને અન્ય લોકોને કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવશે.