ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટા રાહતનાં સમાચાર મળશે. રાજ્ય સરકાર દ્વારા ૮ % મોંઘવારી ભથ્થું ફાળવવામાં આવી શકે છે.
રાજ્યસરકારનાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આશરે ૫ લાખ કર્મચારીઓને ૮ % મોંઘવારી ભથ્થુ ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગતવર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.
કર્મચારી મહામંડળનાં મંત્રી ગોપાલ પંડ્યાએ માહિતી આપી છે કે કર્મચારીઓને જૂલાઈ ૨૦૨૨ થી ૩૪ % મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું જેમાં ૪ % વધારો કરીને હવે ૩૮ % આપવામાં ૨૦૨૩ માં આપવામાં આવતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓની માંગ હતી કે વર્તમાન મોંઘવારી ભથ્થામાં ૪ % નો વધારો કરીને ૪૨ % આપવામાં આવે.