હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે.
ગુજરાત રાજ્ય પર હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હાલ દક્ષિણ દિશાએથી વાદળો આવી રહ્યા છે. જેને કારણે રાજ્યમાં એકાદ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં દક્ષિણ – પશ્ચિમી તરફથી આવી રહેલા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન ગઈકાલે સૌથી વધુ અમદાવાદ અને પાટણમાં ૪૧.૫ ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે ગાંધીનગરમાં ૪૧ અમરેલીમાં ૪૦.૮ અને વડોદરામાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.