કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન,ભારતના આધુનિક ઈતિહાસમાં ગુજરાતીઓના મહત્વપૂર્ણ યોગદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન :- 

ભારતના આધુનિક ઈતિહાસમાં ગુજરાતીઓના મહત્વપૂર્ણ યોગદાન વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે,  દિલ્હીમાં ‘શ્રી દિલ્હી ગુજરાતી સમાજ’ના ૧૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે.

દિલ્હીમાં ‘શ્રી દિલ્હી ગુજરાતી સમાજ’ના ૧૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભારતની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ગાંધીજીના કારણે દેશને આઝાદી મળી, સરદાર સાહેબના કારણે દેશ એક થયો, મોરારજી દેસાઈના કારણે દેશની લોકશાહી પુનઃજીવિત થઈ અને નરેન્દ્ર મોદીના કારણે ભારતનું નામ દુનિયામાં રોશન થયું. તેમણે કહ્યું કે, આ ચાર ગુજરાતી સેલિબ્રિટીઓએ મહાન કાર્યો કર્યા છે અને તેઓ સમગ્ર દેશનું ગૌરવ છે.

ગુજરાતી સમુદાય દેશ અને દુનિયાભરમાં હાજર છે અને કોઈપણ સમાજની સેવા કરતી વખતે હંમેશા સારી રીતે ભળી ગયો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં વસતા ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડવા ઉપરાંત આ સંસ્થાએ તેમને દેશ અને સમાજની સેવા કરવા પ્રેરિત કરવાનું કામ કર્યું છે.

ગૃહમંત્રીએ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને ૧૨૫ વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતી સમુદાયે પોતાની સ્વીકૃતિ મેળવી છે અને દિલ્હીમાં રહેતા હોવા છતાં ગુજરાતી સમાજે ગુજરાતનું સત્વ જાળવી રાખ્યું છે, તેને આગળ વધાર્યું છે અને તેની સંસ્કૃતિને જાળવી રાખી છે અને આગળ ધપાવી છે.  તેમણે કહ્યું કે, દિલ્હીમાં દરેક સમુદાયના લોકો રહે છે અને ગુજરાતી સમુદાય પણ શહેરમાં વ્યવસ્થિત રીતે રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *