ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસ અંગે શંકરસિંહ વાઘેલાનું નિવેદન

શંકરસિંહ વાઘેલા:- રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર આ દિવ્ય દરબારને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને ભાજપનું માર્કેટિંગ ગણાવી દીધું છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે નિવેદન આપતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય.

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૧ જૂન અને ૨ જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *