રશિયાએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ૫૦૦ અમેરિકન નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

રશિયાએ વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સહિત ૫૦૦ અમેરિકનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

રશિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, બાઈડન વહીવટીતંત્ર દ્વારા નિયમિતપણે લાદવામાં આવતા રશિયાન વિરોધી પ્રતિબંધોના જવાબમાં રશિયન ફેડરેશનમાં ૫૦૦ અમેરિકનો માટે પ્રવેશ બંધી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આ લિસ્ટમાં સામેલ છે.
તાજેતરમાં યુનાઈટેડ સ્ટેટ્સે પ્રતિબંધોની બ્લેકલિસ્ટમાં વધુ સેંકડો કંપનીઓ અને વ્યક્તિઓને ઉમેર્યા જેથી તેઓ યુક્રેનના આક્રમણ પર રશિયાની અર્થવ્યવસ્થાને દબાવવાને પ્રયાસો કરી શકાય. આ લિસ્ટમાં ટેલિવિઝન હોસ્ટ સ્ટીફન કોલ્બર્ટ જિમી કિમેલ અને સેથ મેયર્સ તેમજ સીએનએન એન્કર એરિન બર્નેટ અને એમએસએનબીસી રશેલ મેડો અને જો સ્કારબોરોનો પણ સમાવેશ થાય છે. રશિયાએ જણાવ્યું હતું કે, તેણે સેનેટરો, કોંગ્રેસમેન અને થિંક ટેન્કના સભ્યોને રૂસોફોબિક એટિટ્યૂડ અને ફેક પ્રસારમાં સામેલ અને યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરતી કંપનીઓના વડાઓને બ્લેકલિસ્ટ કર્યા છે.

સમાન નિવેદનમાં રશિયાએ જણાવ્યું હતું કે, તેણે જાસૂસીના દાવા પર માર્ચમાં ધરપક્ડ કરાયેલા અમેરિકી પત્રકાર ઈવાન ગેર્શકોવિચની કોન્સ્યુલર મુલાકાતનો ઈનકાર કર્યો હતો. એપ્રિલમાં વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવાસ કરી રહેલા પત્રકારોને વિઝા આપવાનો વોશિંગ્ટન તરફથી ઈનકાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *