G – ૭ સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ

G – ૭ સમિટ ૨૦૨૩:- અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બેઠકમાં પહોંચતા જ PM મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને ગળે લગાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે G – ૭ મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. આ દરમિયાન G – ૭ સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ હતી. વાત જાણે એમ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પણ આ બેઠકમાં સામેલ થયા છે. બાયડન ત્યાં પહોંચતા જ પીએમ મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને તેમને ગળે લગાવ્યા. પીએમ પણ તેમને એટલી જ ઉષ્મા સાથે બાયડનને ભેટી પડ્યા હતા. ભલે તેમની મુલાકાત થોડા સમય માટે હતી પરંતુ તેનાથી ચીનની ચિંતા વધી શકે છે.

G – ૭ મીટિંગમાં જાપાન અને અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને ઈટાલી તેમજ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ડિજિટલાઈઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપરાંત કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખાદ્ય અને સ્વાસ્થ્ય અને વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

પીએમ મોદીએ કહ્યું કે,

મારા માટે એ જાણવું ખૂબ જ આનંદની ક્ષણ છે કે, મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે. મહાત્મા ગાંધીનો ૪૨ ઈંચ લાંબો કાંસ્ય પ્રતિમા પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રતિમાને મોટોયાસુ નદીના કિનારે ઐતિહાસિક એ – બોમ્બ ડોમ પાસે સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *