દિલ્હી સિવિલ સર્વિસ વટહુકમ પર કેજરીવાલ આવ્યાં મેદાનમાં

દિલ્હી સિવિલ સર્વિસ પરના કેન્દ્રના વટહુકમના મુદ્દે સીએમ કેજરીવાલ હવે ખુલીને વિરોધમાં આવ્યાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી (એનએસએ)ની રચના કરવાના કેન્દ્રના પગલાની ઝાટકણી કાઢી હતી. કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે આ કેન્દ્રનું સુનિયોજિત કાવતરું છે. કેજરીવાલે કહ્યું કે તેઓ એ પણ જાણતા હતા કે અમે આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “તેઓ ઉનાળાના વેકેશનમાં સુપ્રીમ કોર્ટ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓએ પ્રતીક્ષા કરી કારણ કે તેઓ જાણે છે કે આ વટહુકમ ગેરકાયદેસર છે. તેઓ જાણે છે કે તે કોર્ટમાં ૫ મિનિટ સુધી ચાલશે નહીં. જ્યારે ૫ જુલાઈએ સુપ્રીમ કોર્ટ ખુલશે, ત્યારે અમે તેને પડકારીશું.

 

કેજરીવાલે આ વટહુકમને સુપ્રીમ કોર્ટનું અપમાન ગણાવ્યું હતું. દિલ્હીની ૨ કરોડ જનતાના ગાલ પર ભાજપનો આ તમાચો છે.

કેજરીવાલે કહ્યું કે હું જાતે ઘરે-ઘરે જઇશ અને દિલ્હીના લોકોને જણાવીશ કે કેવી રીતે કેન્દ્રએ તેમની સત્તા છીનવી લીધી છે. તેમણે કેજરીવાલની સત્તા છીનવી નથી, તેમણે દિલ્હીની જનતાની સત્તા આંચકી લીધી છે. કોઈ પણ જવાબદાર સરકાર ચલાવવા માટે, તે જરૂરી છે કે અધિકારીઓ ચૂંટાયેલી સરકાર પ્રત્યે જવાબદાર હોય. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. “જ્યારે અમે સારી શાળાઓ બનાવી રહ્યા હતા, ત્યારે તેઓએ અમારા શિક્ષણ પ્રધાનની ધરપકડ કરી હતી, તેઓએ અમારા આરોગ્ય પ્રધાનની ધરપકડ કરી હતી. તેમનો ઇરાદો અમારું કામ બંધ કરવાનો છે. હું દિલ્હીના મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, કામની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ હું વિકાસની ખાતરી આપીશ. તે હવે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચેની લડાઈ છે.

                                                                     કેજરીવાલની ૫ મોટી જાહેરાત 

                                                       

૧. સુપ્રીમ કોર્ટ ફરી ખુલ્યા બાદ દિલ્હી સરકાર વટહુકમને પડકારશે

૨. કેજરીવાલ વિપક્ષી નેતાઓનો સંપર્ક કરશે. સાથે જ રાજ્યસભામાં આ બિલને રોકવાની કોશિશ કરશે.

૩. સીએમ કેજરીવાલ કેન્દ્રના આ વટહુકમને લઈને દિલ્હીમાં ડોર ટુ ડોર કેમ્પેઈન શરૂ કરશે

૪. કેન્દ્રના વટહુકમ સામે અરવિંદ કેજરીવાલની મેગા રેલી પણ યોજાશે

૫. કેજરીવાલે કહ્યું કે આ દિલ્હીની જનતાનું અપમાન છે કે તેમના દ્વારા ચૂંટાયેલી સરકાર પાસેથી અધિકારો છીનવી લેવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *