ક્વાડ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પીએમ નરેન્દ્ર મોદી પાસે ઓટોગ્રાફ માંગ્યો. જો બાયડને કહ્યું કે, તમે ખૂબ જ લોકપ્રિય છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. તાજેતરમાં અમેરિકા સ્થિતિ કન્સલ્ટિંગ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં પીએમ મોદી ૭૮ % રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ૬ નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ૧૦ મા નંબરે છે. પીએમ મોદીની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ માંગી રહ્યા છે.
શનિવારે ક્વાડ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પીએમ નરેન્દ્ર મોદી પાસે ઓટોગ્રાફ માંગ્યો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો, અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તમને મળવા માંગે છે.
બાયડને પીએમ મોદીને કહ્યું, ”તમે મારા માટે સમસ્યા ઉભી કરી રહ્યા છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનરનું આયોજન કર્યું છે. તેમાં સૌ કોઈને આવવું છે, મારી પાસે ટિકિટો ખતમ થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે હું મજાક કરી રહ્યો છું, પરંતુ મારી ટીમને પૂછી જુઓ. મને એવા લોકોના ફોન આવી રહ્યા છે, જેમના વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું નથી. ફિલ્મ સ્ટાર્સથી લઈને સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે, એ પણ રિક્વેસ્ટ કરે છે”
અમેરિકી ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’એ તાજેતરમાં જ એક સર્વે કર્યો હતો, જેમાં ૨૨ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે, આ રેટિંગમાં ૧૦૦ % લોકોમાંથી ૪ % લોકોએ પીએમ મોદી વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, તો ૧૭ % લોકોએ તેમને નાપસંદ કર્યા છે. પરંતુ પીએમ મોદી ૭૮ % લોકોની પહેલી પસંદ બની ગયા છે. તેમના પછી સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ ૬૨ % સાથે બીજા નંબરે છે, જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રીજા નંબર પર છે.