છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બખ્મુત શહેર પર સંપૂર્ણ નિયંત્રણનો કરવાનો દાવો કર્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બખ્મુત શહેર પર સંપૂર્ણ નિયંત્રણનો કરવાનો દાવો કર્યો છે.
રશિયન સેના બખ્મુત શહેર પર સતત હુમલો કરી રહી છે. રાજધાની કિવ પર તાજેતરમાં મિસાઈલ અને લેન્ડમાઈન ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન, રશિયન સેનાએ બખ્મુત શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે લડાઈ ચાલી રહી છે. રશિયાના ખાનગી સૈન્યના વડા, વેગનેરે શનિવારે દાવો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધની સૌથી લાંબી અને અઘરી લડાઈ બાદ બખ્મુત શહેરનો કબજો મેળવી લીધો છે, જો કે આ દાવાને યુક્રેનિયન સંરક્ષણ અધિકારીઓએ નકારી કાઢ્યો હતો.