યુનિયન પબ્લિક સર્વિસ કમિશને મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૨ નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ઈશિતા કિશોર ટોપર તરીકે એટલે કે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે ગરિમા લોહિયાએ બીજો ક્રમ મેળવ્યો છે. ઉમા હરથી એનએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષામાં ૯૩૩ ઉમેદવારો પાસ થયા છે. આમાંથી ૩૪૫ સામાન્ય શ્રેણીમાંથી, ૯૯ આર્થિક રીતે નબળા વર્ગમાંથી, ૨૬૩ અન્ય પછાત વર્ગના, ૧૫૪ અનુસૂચિત જાતિ અને ૭૨ અનુસૂચિત જનજાતિના છે.
ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્યના અધિકારીઓને પસંદ કરવા માટે વાર્ષિક ધોરણે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કા પછી આ સેવાઓમાં નિમણૂક માટે કુલ ૯૩૩ ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે.
UPSCના રિઝલ્ટમાં ૧૬ ગુજરાતીએ મેદાન માર્યું
UPSCમાં ગુજરાતના સફળ થયેલા ઉમેદવારના નામ
નામ | રેન્ક | વિષય |
અતુલ ત્યાગી | 145 | ઇંગ્લીશ લિયરેચર |
દુષ્યંત ભેડા | 262 | ઇતિહાસ |
વિષ્ણુ સશિકાર | 394 | PSIR |
ચંદ્રેશ શખાલા | 414 | PSIR |
ઉત્સવ જોગણી | 712 | જિયોગ્રાફી |
માનસી મિણા | 738 | સોશ્યોલોજી |
કાર્તિકેય કુમાર | 812 | સાયકોલોજી |
મૌસમ મહેતા | 814 | પોલિટિકલ સાયન્સ |
મયુર પરમાર | 823 | ગુજરાતી લિટરેચર |
આદિત્ય અમરાણી | 865 | સોસ્યોલોજી |
કેયરકુમાર પારગી | 867 | પોલિટિકલ સાયન્સ |
નયન સોલંકી | 869 | ગુજરાતી લિટરેચર |
મંગેરા કૌશિક | 894 | જીયોગ્રાફી |
ભાવનાબેન વઢેર | 904 | એન્ટ્રોપોલોજી |
ચિંતન દુધેલા | 914 | ફિલોસોફી |
પ્રણવ ગાઇરોલા | 925 | પોલિટિકલ સાયન્સ |
