અનુપમા સિરીયલનાં એક્ટરનું થયું નિધન

અનુપમા સિરીયલનાં ફેમસ એક્ટર નિતેશ પાંડેને કાર્ડિયેક અરેસ્ટ આવતાં મૃત્યુ થયું છે.

ટીવી ઈંડસ્ટ્રીથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અનુપમા સિરીયલનાં દિગ્ગજ એક્ટર નિતેશ પાંડેનું મૃત્યુ થયું છે. કાર્ડિયેક અરેસ્ટ આવવાનાં લીધે તેમનું મૃત્યુ થયું છે. વૈભવી ઉપાધ્યાયનાં મોત બાદ નિતેશ પાંડનાં નિધનની ખબરથી સમગ્ર ઈંડસ્ટ્રીમાં ગમગીની છવાયેલી છે.

નિતેશ પાંડેનાં મૃત્યુથી ઈંડસ્ટ્રીમાં દુ:ખની લહેર આવી છે. અનુપમા સિરીયલમાં અનુપમાનાં મિત્ર ધીરજ કપૂર બનીને પાત્ર ભજવ્યું હતું. સિરીયલમાં હાલમાં પણ તેમનો ટ્રેક ચાલી જ રહ્યો હતો. કોને ખબર હતી કે અનુપમા તેમની છેલ્લી સિરીયલ હશે.

તેમણે હિંદી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ આપ્યું છે. તેમણે ઓમ શાંતિ ઓમમાં શાહરૂખનાં અસિસ્ટેન્ટનો રોલ પ્લે કર્યો છે. એટલું જ નહીં તેમણે હંટર, દબંગ ૨, બધાઈ હો, મેરે યાર કી શાદી હૈ, મદારી વગેરે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી શૉની વાત કરીએ તો એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી માં, હીરો- ગાયબ મોડ ઑનમાં પણ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *