૫૦ મિટિંગ અને ૩ દેશોની યાત્રા બાદ પણ નથી થાક્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીએ ત્રણ દેશોમાં ઘણી બેઠકો કરી આજે જ્યારે તેઓ દેશ પરત ફર્યા છે ત્યારે આ દિવસ પણ તેમના માટે સંપૂર્ણ રીતે રહેવાનો છે વ્યસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તેમના ત્રણ દેશોના પ્રવાસ પરથી પરત ફર્યા છે. વાત જાણે એમ છે કે, પીએમ નું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું ત્યાંરે ભારતીય જનતા પાર્ટી  દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમની જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યુ ગિનીની અભૂતપૂર્વ મુલાકાત બદલ પાર્ટીના કાર્યકરોએ પાલમ એરપોર્ટ ટેકનિકલ એરિયાની બહાર તેમનું ભવ્ય સ્વાગત કર્યું. છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીએ ત્રણ દેશોમાં ઘણી બેઠકો કરી છે અને આજે જ્યારે તેઓ દેશ પરત ફર્યા છે ત્યારે આ દિવસ પણ તેમના માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવાનો છે.

પીએમ મોદી રાષ્ટ્રીય રાજધાની પહોંચતા જ ફરીથી પોતાના કામમાં લાગી જશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) ના ટોચના સૂત્રોએ ANIને જણાવ્યું હતું કે, તેઓ નવી દિલ્હી પરત ફર્યાના કલાકોમાં ગુરુવારે સવારે ૦૯:૦૦ વાગ્યે તેમની પ્રથમ સત્તાવાર બેઠક યોજાશે. ૨૦૧૪ થી તેમના નિવાસસ્થાને આ નિયમિત બેઠક યોજાઈ રહી છે.

૫૦ મિટિંગ અને ૩ દેશોની યાત્રા બાદ પણ ગુરુવારે સવારે ૧૧:૦૦ વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. દિવસભરની અન્ય બેઠકોમાં, PM સાંજે ૦૭:૦૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૨ ની શરૂઆતની જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *