ગુજરાત ભાજપ દ્વારા ૩ જિલ્લાના અને એક શહેરના પ્રમુખોની નિમણૂક કરાઈ છે.
કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવાભાઇ વરચંદની, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનકથી ફેરફાર કરતાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં શહેર અને ભાજપની કારોબારી યોજાઈ હતી.