આવનારા બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક એર સર્ક્યુલેશન સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
પેર્ટન સક્રિય થવાથી રાજકોટ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં છૂટા છવાયો વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી ૩ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તો લોકોને ગરમીમાંથી રાહત મળશે.