ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, PTI નેતા ફવાદ ચૌધરીએ રાજીનામું આપ્યું

પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સાથે રાજકિય સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે.  પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક સમયના ખૂબ નજીકના ગણાતા અને તેમની પાર્ટી તહરીક-એ- ઇન્સાફના દિગગજ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ રાજીનામું ધરી દીધું છે. જેને લઈને ખાન માટે સંકટ સમયે સાથી પણ છૂટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. પીટીઆઈમાંથી રાજીનામા બાદ તેમણે ઇમરાન ખાનની ધરપકડ બાદ ૯ મેના રોજ ફાટી નીકળેલી હિંસાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. બીજી તરફ ઈમરાન ખાને વીડિયો સંદેશ જાહેર કરી દાવો કરતાં કહ્યું કે નેતાઓ અને સમર્થકોને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન તહરીકે ઇન્સાફ – PT Iના નેતાઓ શાહ મહંમદ કુરેશી, જમશીદ ચીમા અને તેમના પત્ની મુશરત ચીમાને ૧૫ દિવસ માટે નજર કેદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર ઇમરાન ખાનની આગેવાની હેઠળના પક્ષ વિરૂદ્ધ પગલા લઇ રહી છે તે દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે PTI નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. પૂર્વ વિદેશમંત્રી શાહ મહંમદ કુરેશી તથા મુશરત જમશેદ ચીમા જેલમાંથી મુકત થયાની થોડીક મિનીટોમાં જ તેમનીફરીથી ધરપકડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *