ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-૨ મેચને લઈને અમદાવાદની ટ્રાફિક પોલીસનું એક્શન પ્લાન તૈયાર

આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર – ૨ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે લોકો આજે અમદાવાદમાં મેચ જોવા જઈ રહ્યા છે એમની માટે આ કામના સમાચાર છે.

આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-૨ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નોંધનીય છે કે આ મેચમાં વિજેતા ટીમ ૨૮ મેના રોજ ખિતાબની લડાઈમાં CSK સામે ટકરાશે. એવામાં જે લોકો આજે અમદાવાદમાં મેચ જોવા જઈ રહ્યા છે એમની માટે આ કામના સમાચાર છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં IPL ૨૦૨૩ ની ક્વોલિફાયર મેચ રમાશે અને ૨૬ તારીખ એટલે કે આજની મેચને લઈને અમદાવાદની ટ્રાફિક પોલીસનું એક્શન પ્લાન તૈયાર છે. આજની મેચ સમયે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે ડાવર્ઝન અપાયા છે. નોંધનીય છે કે જનપથ ટી થી મોટેરા ટી સુધીનો માર્ગ બંધ રખાશે. સાથે જ આજે બપોરના ૦૨:૦૦ વાગ્યા થી રસ્તો બંધ રહશે. સાથે જ આજ રીતે ૨૮ તારીખે ફાઈનલ મેચ દરમ્યાન પણ રોડ બંધ રહશે

અમદાવાદમાં મેચ દરમિયાન વાહન પાર્ક કરવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ખાનગી કંપની દ્વારા ‘સો માય પાર્કિંગ’ માંથી પાર્કિંગ મળશે. જેમાં ૧૭ જેટલા પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરી શકાશે. આ સિવાય મેટ્રો અને બીઆરટીએસ પણ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે ટ્રાફિક વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બને ત્યાં સુધી પબ્લિક પાર્કિંગનો ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *