અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે ‘જ્યારે પીએમ પોતે જ સુપ્રીમ કોર્ટનાં આદેશને નથી માનતા તો ન્યાય માટે લોકોએ ક્યાં જવું જોઈએ. ‘
નવા સંસદ ભવનનાં ઉદ્ગાટનમાં હાજર રહેવાનાં આમંત્રણનો બહિષ્કાર કર્યાં બાદ હવે દિલ્હીનાં સીએમ કેજરીવાસે નીતિ આયોગની મીટિંગમાં જવાનો પણ ઈનકાર કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે કહ્યું છે કે ‘જે દેશમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન પણ નથી થતું ત્યાં કોઈપણ બેઠકમાં હાજર રહેવાનો શું ફાયદો.’
અરવિંદ કેજરીવાલે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે જો પીએમ પોતે જ સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન નથી કરતાં તો ન્યાય માટે લોકોએ ક્યાં જવું જોઈએ. પીએમ ભાજપ સિવાયની સરકારને કામ કરવા દે. હવે તો સહકારી સંઘવાદને પણ એક મજાક બનાવી દીધું છે, આવી સ્થિતિમાં નીતિ આયોગની મીટિંગમાં જવાનો કોઈ અર્થ નથી. ચિઠ્ઠીમાં સીએમ એ અધિકારોને લઈને ચાલી રહેલા વિવાદ પર પણ વિસ્તારથી વાત કરી.
સીએમ એ કહ્યું કે ‘આ સમયે દિલ્હીમાં જો કોઈ અધિકારી કામ નથી કરી રહ્યું તો તેને હટાવી પણ નથી શકાતાં. આ રીતે તો કામ કઈ રીતે થઈ શકશે. તમે દિલ્હી સરકારને પંગુ બનાવવા ઈચ્છો છો, શું ભારત માટે તમારું આવું વિઝન છે? ‘ કેજરીવાલે આરોપ લગાવતાં કહ્યું કે ‘મોદી સરકાર તેમને કામ કરવા નથી દઈ રહી. ‘