રક્ષા મંત્રી રાજનાથ સિંહ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ૨૮ – ૩૦ મે, ૨૦૨૩ ની વચ્ચે નાઈજીરિયાની મુલાકાત લેશે.
રાજનાથ સિંહ ૨૯ મી મેના રોજ અબુજામાં ઈગલ સ્ક્વેર ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેઓ ૨૮ મી મેના રોજ તેમના દ્વારા આયોજિત રિસેપ્શન દરમિયાન વિદાય લેતા નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીને પણ મળશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત કોઈ રક્ષા મંત્રીએ નાઈજીરિયાની મુલાકાત લીધી હતી. રક્ષા મંત્રીની મુલાકાતથી બંને સાથે વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે જે ભારત માટે મહત્વનું રહેશે. ભારત અને નાઈજીરિયા વચ્ચે વધતા રક્ષા સહયોગ પર રાજનાથ સિંહ સહિત સંરક્ષણ મંત્રાલયના ટોચની અધિકારીઓ ચર્ચા કરશે. તેઓ નાઇજિરિયન ઉદ્યોગ અને સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓ સાથે સાધનો અને પ્લેટફોર્મને ઓળખવા માટે બેઠક કરશે, જેના દ્વારા ભારતીય સંરક્ષણ ઉદ્યોગ દેશની જરૂરિયાતોને સમર્થન આપવામાં આવી શકે છે. નાઈજીરિયામાં આશરે ૫૦,૦૦૦ ભારતીય લોકો વસે છે. રક્ષા મંત્રી અબંજા ખાતે ભારતીય મૂળના લોકોને સંબંધોતિ કરવાના છે.