ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ ૨૮ મે ૧૮૮૩ ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે ( ૨૮ મે ) છે.
સેન્ટ્રલ હોલમાં સવારે ૧૦:૩૦ કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઈતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા. વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ ૨૮ મે ૧૮૮૩ ના નાસિક નજીક ભાગપુર ગામમાં થયો હતો. તેમના મોટા ભાઈ, ગણેશ (બાબરાવ) તેમના જીવનની આદર્શ હતા. પિતા દામોદરપંત સાવરકર અને માતા રાધાબાઈનું અવસાન થયું ત્યારે વીર સાવરકર ખૂબ જ નાના હતા.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ પણ પ્રસારિત થવાનો છે. સવારે ૧૧:૦૦ વાગ્યે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ભાજપના તમામ સાંસદો સંસદ ભવનનાં બાલયોગી સભાગૃહમાં ‘મન કી બાત’ સાંભળશે. ભાજપના તમામ સાંસદોને સેન્ટ્રલ હોલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
‘મન કી બાત’ કાર્યક્રમ પછી તરત જ સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સાંસદોએ સવારે ૧૧:૪૫ વાગ્યા સુધીમાં પોતાની બેઠકો પર બેસી જવું પડશે. સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ સુધી નવા સંસદ ભવનની હવન અને પૂજા થઈ હતી. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તે પછી આજે બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી.